Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત પાવર એન્જીનીયરીંગ કોલેજ પાસેથી પ્રતિબંધિત કપ સીરપનો જથ્થો પકડાયો

મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ પાસે ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ નજીકથી નશાકારક કફ શિરપનો જથ્થો મહેસાણા SOG ટીમે ઝડપી પડ્યો. મહેસાણા SOG એ બાતમીના આધારે અમદાવાદ હાઇવે પર મેવડ ટોલ ટેક્ષ નજીક પોલીસ દ્વારા તાપસ કરતા સફળતા મળી છે. પોલીસે શાળા કોલેજો યુનિવર્સિટી આગળ નશાકારક પદાર્થો અંગે કેટલીક માહિતીઓ પ્રાપ્ત થઈ હતી તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરી છે. મહેસાણા SOGની ટીમે પર્દાફાશ મહેસાàª
ગુજરાત પાવર એન્જીનીયરીંગ કોલેજ પાસેથી પ્રતિબંધિત કપ સીરપનો જથ્થો પકડાયો
મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ પાસે ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ નજીકથી નશાકારક કફ શિરપનો જથ્થો મહેસાણા SOG ટીમે ઝડપી પડ્યો. મહેસાણા SOG એ બાતમીના આધારે અમદાવાદ હાઇવે પર મેવડ ટોલ ટેક્ષ નજીક પોલીસ દ્વારા તાપસ કરતા સફળતા મળી છે. પોલીસે શાળા કોલેજો યુનિવર્સિટી આગળ નશાકારક પદાર્થો અંગે કેટલીક માહિતીઓ પ્રાપ્ત થઈ હતી તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરી છે. 
મહેસાણા SOGની ટીમે પર્દાફાશ 
મહેસાણા પોલીસ દ્વારા નાર્કોટિક્સ સેલ બનાવી શાળા કોલેજો યુનિવર્સિટીઓ આગળ તપાસનો દોર પણ વધાર્યો છે. મેવડ ટોલ નાકા પાસે તપાસમાં Triprolidine Hydrochloride & Codeine Phosphate Syrup CODISAD-T ની કુલ-૨૪ બોટલ મળી આવી છે. નશા કારક સીરપ અને એ પણ કોલેજ આગળ છાપરામાં ચા પાન મસાલા ની આડમાં વેચાવી એ પણ એક તપાસનો વિષય હાલમાં માનવામાં આવી રહ્યો છે. મહેસાણા SOG ની ટીમે આ નશાકારક શિરપ કોણ ખરીદવા આવતા હતા અને અહીં કેટલા સમયથી નશાકારક શિરપના વેચાણનો ગેરકાયદેસર વેચાણ થતું હતું તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે. વેપાર કરતા પાર્લર પર માલિક ઠાકોર અમીતજી ઉર્ફે વકીલ ખોડાજી નામનો હાલમાં આરોપી ઝડપાયો છે અને અન્ય એક આરોપી ફરાર પણ થયો છે.
યુવાધન બરબાદી તરફ પ્રેરાઈ રહ્યું છે
ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી નશા કારક દ્રવ્યો ગુજરાતમાં ઘુસાડનાર તેમજ વેચનાર અને ખરીદનાર સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે.ત્યારે નશાકારક દ્રવ્યોનું સેવન કરતા નશેડીઓ પણ નશા માટે પર્યાય દ્રવ્યોનું સેવન ગોતવામાં સફળ થઈ રહ્યા છે અને યુવાધન બરબાદી તરફ પ્રેરાઈ રહ્યું છે.ત્યારે હવે પ્રતિબંધિત કોડિન શિરપ સાથે બેરોકટોક ખુલ્લેઆમ મળતી આયુર્વેદિક શિરપ પણ યુવાધનને એટલુજ નુકશાન પહોંચાડી રહી છે અને નશા ના રવાડે ચડાવી રહી છે. ત્યારે સમાજમાં ઘુસી રહેલ આવી બદી ઓ ક્યારે દૂર થશે અને તંત્ર પણ ક્યારે કડક પગલાં ભરશે એ પણ એક સવાલ ઉભો થઇ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.